Every question from the Gujarati Literature Optional papers of UPSC Mains 2024, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2023. See what was familiar, what came back and what was new.
Other years:
What stood out in 2024
- More marks than usual: ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ (60 marks, against an average of 36).
- Fewer marks than usual: સાહિત્યસ્વરૂપો: અર્વાચીન (150 marks, against an average of 164); વિવેચન અને સંશોધન (40 marks, against an average of 50).
- 2 questions were close repeats of an earlier paper: Q5d (Paper II), first seen in 2019; Q8a (Paper II), first seen in 2016.
- Every question came from a topic UPSC had asked recently.
Which units got the marks in 2024
Marks asked from each unit in 2024 (dark bar) against its average for 2013–2023 (grey bar).
Paper I
| Unit | 2024 | Average 2013–23 |
|---|---|---|
| ગુજરાતી ભાષા: સ્વરૂપ અને ઇતિહાસ | 40 | 42 |
| ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: મધ્યકાળ | 40 | 41 |
| ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ | 60 | 36 |
| સાહિત્યસ્વરૂપો: મધ્યકાલીન અને લોક | 70 | 66 |
| સાહિત્યસ્વરૂપો: અર્વાચીન | 150 | 164 |
| વિવેચન અને સંશોધન | 40 | 50 |
Paper II
| Unit | 2024 | Average 2013–23 |
|---|---|---|
| વિભાગ અ: મધ્યકાલીન | 105 | 101 |
| વિભાગ અ: સુધારક યુગ અને પંડિત યુગ | 95 | 101 |
| વિભાગ બ: ગાંધી યુગ અને અનુગાંધી યુગ | 145 | 143 |
| વિભાગ બ: આધુનિક યુગ | 55 | 55 |
A question that fits two units is split equally between them.
Paper I
Q1a. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી ભાષાના સ્પર્શ વ્યંજનો, સંઘર્ષીઓ અને સ્વરો વિશે નોંધ લખો. (10 marks)
Q1b. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: જૈનસાહિત્યમાં રચાયેલી ગદ્યકૃતિઓનો પરિચય કરાવો. (10 marks)
Q1c. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: સુધારકયુગમાં નવલરામે કરેલાં સાહિત્યિક પ્રદાનને મૂલવો. (10 marks)
Q1d. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: મનુભાઈ પંચોલી (‘દર્શક’)એ નવલકથાક્ષેત્રે કરેલા પ્રદાનની સાધાર ચર્ચા કરો. (10 marks)
Q1e. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ના ગઝલકર્મનો પરિચય આપો. (10 marks)
Q2a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી ભાષાના ઉદ્ભવ-વિકાસની વિભિન્ન ભૂમિકાઓ અને તેનાં લક્ષણોની સમીક્ષાત્મક ચર્ચા કરો. (20 marks)
Q2b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: પંડિતયુગની કાવ્યસર્જન પરંપરાને સમૃધ્ધ કરનારા કવિઓની કવિપ્રતિભાનો સદૃષ્ટાંત પરિચય કરાવો. (20 marks)
Q2c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ભીમ કૃત ‘સદ્યવત્સવીર પ્રબંધ’માં થયેલો લૌકિક કથાનો વિનિયોગ જણાવો. (10 marks)
Q3a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ધૂમકેતુ અને દ્વિરેફની વાર્તાકલાની વિસ્તૃત ચર્ચા કરો. (20 marks)
Q3b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: વર્ષા અડાલજા અને હિમાંશી શેલતના કથાસાહિત્યનું મૂલ્યાંકન કરો. (20 marks)
Q3c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સુરતી અને સૌરાષ્ટ્રીબોલી વચ્ચેની ભિન્નતા દર્શાવો. (10 marks)
Q4a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: મધ્યકાલીન ભક્તકવિઓના પ્રદાનની સદૃષ્ટાંત ચર્ચા કરો. (20 marks)
Q4b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સુધારક યુગનાં પ્રેરક પરિબળો અને લક્ષણો દર્શાવી નર્મદ અને દલપતરામે સર્જનક્ષેત્રે કરેલાં પ્રદાનને મૂલવો. (20 marks)
Q4c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: કનૈયાલાલ મુનશીના સર્જનમાં રાષ્ટ્રીય અસ્મિતા અંગે ચર્ચા કરો. (10 marks)
Q5a. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: ‘રાસ’નું સ્વરૂપ સમજાવી જૈનકવિઓકૃત બે રાસકૃતિઓનો પરિચય આપો. (10 marks)
Q5b. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: ભવાઈના સામાજિક, પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક વેશો વિશે વિવરણ કરો. (10 marks)
Q5c. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: લલિતનિબંધનાં લક્ષણો દર્શાવી દિગીશ મહેતાની નિબંધકલાની ચર્ચા કરો. (10 marks)
Q5d. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: ગુજરાતી ટૂંકીવાર્તાક્ષેત્રે થયેલા અવનવા પ્રયોગોની સદૃષ્ટાંત ચર્ચા કરો. (10 marks)
Q5e. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: સૉનેટનું સ્વરૂપ સ્પષ્ટ કરી ઉશનસ્નાં સોનેટ કાવ્યોનો પરિચય આપો. (10 marks)
Q6a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: પદનાં સ્વરૂપગત લક્ષણો સંદર્ભે નરસિંહ અને મીરાંનાં પદોની સમીક્ષા કરો. (20 marks)
Q6b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી સાહિત્યમાં પ્રાદેશિક નવલકથાના આરંભ અને વિકાસની ચર્ચા કરો. (20 marks)
Q6c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગીતનાં સ્વરૂપગત લક્ષણોને કેન્દ્રમાં રાખીને રાજેન્દ્ર શાહનાં ગીતોને મૂલવો. (10 marks)
Q7a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: આખ્યાનની સ્વરૂપગત લાક્ષણિકતા દર્શાવી પ્રેમાનંદની આખ્યાનકલા મૂલવો. (20 marks)
Q7b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સંશોધનક્ષેત્રે ઝવેરચંદ મેઘાણી અને હરિવલ્લભ ભાયાણીના પ્રદાનનું મૂલ્યાંકન કરો. (20 marks)
Q7c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: વીનેશ અંતાણીની વાર્તાકલાનો પરિચય આપો. (10 marks)
Q8a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ઉમાશંકર જોશીએ કરેલાં સૈધ્ધાંતિક, સ્વરૂપગત અને કૃતિલક્ષી વિવેચનો વિશે ચર્ચા કરો. (20 marks)
Q8b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગઝલનું સ્વરૂપ સ્પષ્ટ કરી ગુજરાતી ગઝલની ગતિવિધિનો આલેખ આપો. (20 marks)
Q8c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: શામળની પદ્યવાર્તાઓની વિવિધરંગી પાત્રસૃષ્ટિ અને અદ્ભુતરસસૃષ્ટિનો પરિચય આપો. (10 marks)
Paper II
Q1a. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પ્રમાદધન મુજ સ્વામી સાચા
એ વણ જૂઠું સર્વ બીજું. (10 marks)
Q1b. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ઊઠી ધાયા જાદવરાય રે, મોજાં નવ પહેયાઁ પાય રે,
પીતાંબર ભોમ ભરાય રે, જઈ રુક્મિણી ઊંચું સાહે રે. (10 marks)
Q1c. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. તું ક્ષત્રિયાણી મટી માલણ થઈ છે તે
ક્ષત્રિયનો ધર્મ તને કયાંથી સાંભરે ! (10 marks)
Q1d. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ભણી ભણીને ભેદ પાડે, અક્ષર તણી તે ખોટ
સિધ્ધાંત નાવે સમગમાં, બાંધી રહયા ખટકોટ. (10 marks)
Q1e. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. નહાના નહાના દંત બિનિ સુંદર મુખનું વાન
પુત્ર હસતું નહીં દીઠું કરાવતાં પયપાન. (10 marks)
Q2a. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. મધ્યકાલીન જ્ઞાનાશ્રયી કવિતાના ઉચ્ચ શિખર તરીકે ‘અખેગીતા’ને મૂલવો. (20 marks)
Q2b. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. ‘સરસ્વતીચંદ્ર ભાગ-૧’ની પાત્રસૃષ્ટિનો પરિચય કરાવો. (15 marks)
Q2c. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. ‘ફાર્બસ વિરહ’ને કરુણપ્રશસ્તિ તરીકે તપાસો. (15 marks)
Q3a. વિવેચનાત્મક નોંધ લખો. ઋતુકાવ્ય અને શૃંગારકાવ્ય તરીકે ‘વસંતવિલાસ’ની સમીક્ષાત્મક ચર્ચા કરો. (20 marks)
Q3b. વિવેચનાત્મક નોંધ લખો. ‘રાઈનો પર્વત’નાં કથાનક અને વસ્તુસંકલના વિશે વિવેચનાત્મક નોંધ લખો. (15 marks)
Q3c. વિવેચનાત્મક નોંધ લખો. ‘ચંદ્ર ચંદાવતીની વારતા’ના મુખ્ય કથાઘટકો અને પાત્રસૃષ્ટિનો પરિચય કરાવો. (15 marks)
Q4a. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સુદામા ચરિત્ર’ના સંદર્ભે પ્રેમાનંદની આખ્યાનકલાનો પરિચય કરાવો. (20 marks)
Q4b. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘મારી હકીકત’માં નર્મદનું ઊપસતું વ્યક્તિત્વ અને વિભિન્ન વ્યક્તિચિત્રો વિશે નોંધ લખો. (15 marks)
Q4c. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘પૂર્વાલાપ’માં ગ્રંથસ્થ ‘વસંતવિજય’ અને ‘અતિજ્ઞાન’ ખંડકાવ્યનો આસ્વાદ કરાવો. (15 marks)
Q5a. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. હું કોઈનો પ્રતિનિધિ નથી, માત્ર સમસ્ત ગુજરાતનો છું. (10 marks)
Q5b. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ગ્રીષ્મમાં મોગરા અને શિરીષની અત્યુક્તિ હવામાં સંભળાય છે. (10 marks)
Q5c. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ગાફના ઘણીએ કુંવરને પેરામણીમાં ખસતા ગામ આપ્યુ છે. (10 marks)
Q5d. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. શબ્દો જો બોલી શકતા હોત તો કવિને જરૂર કહેત કે કવિતા બનાવવાનું અમારું તે શું ગજું? (10 marks)
Q5e. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. મનના મોરલા ને મનનો મનખો એજ સાચો મનખો છે ! (10 marks)
Q6a. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘પાટણની પ્રભુતા’ને કેન્દ્રમાં રાખીને કનૈયાલાલ મુનશીની સર્જકપ્રતિભાનો પરિચય કરાવો. (20 marks)
Q6b. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’નાં કાવ્યોમાં ભાવવૈવિધ્ય અને અભિવ્યક્તિની અવનવી છટાઓ વિશે સદૃષ્ટાંત નોંધ લખો. (15 marks)
Q6c. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘અશ્વત્થામા’ નાટયકૃતિમાં પુરાકથાનો વિનિયોગ. (15 marks)
Q7a. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’માં પ્રગટતી રા.વિ. પાઠકની વિવેચન પ્રતિભાનો પરિચય કરાવો. (20 marks)
Q7b. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’ની નિબંધ સૃષ્ટિમાં આલેખાયેલા શૈશવ વિહાર, પ્રકૃતિરાગ અને સર્જનાત્મક ગદ્ય વિશે નોંધ લખો. (15 marks)
Q7c. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘હિંદસ્વરાજ’માં સત્ય, સ્વરાજ અને સુધારાવિષયક ગાંધીજીના વિચારો નોંધો. (15 marks)
Q8a. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧’માં વિલક્ષણ નારીસૃષ્ટિનો પરિચય કરાવો. (20 marks)
Q8b. સમીક્ષાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’માં પ્રણયકથા અને છપ્પનિયા દુકાળ ના થયેલા નિરુપણની ચર્ચા કરો. (15 marks)
Q8c. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સપ્તપદી’માં ગ્રંથસ્થ ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’ કાવ્યનો આસ્વાદ કરાવો. (15 marks)
Spotted something wrong?
If a question is in the wrong unit or a match looks wrong, please report an error.
Related: Overall Gujarati Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

